જ્યોતિષ 2014 - જો યુવતીના લગ્નમાં અવરોધ આવતો હોય તો આટલુ કરો

शनिवार, 15 नवंबर 2014 (02:59 IST)
લગ્ન માટે અવરોધ
 
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના બાળકોના યોગ્ય ઉંમરે લગ્ન થઇ જાય. આ ચિંતા ખાસ કરીને છોકરીઓના  મા- બાપને  વધારે રહે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ચિંતાને દુર કરવાના ઉપાયો આ પ્રમાણે છે. 
 
અરીસામાં નહી આમા જુઓ ચહેરો 
 
જો કન્યાના લગ્નની વાત થતા બગડી જાય તો એનુ કારણ છે, કુંડળીમાં શનિની પ્રતિકુળ અસર.
 
આ સમસ્યા દૂર કરવા માટે ૭ શનિવાર લોખંડના વાસણમાં સરસિયાનુ તેલ ભરી તેમા પોતાનો ચહેરો જુઓ અને તેનુ દાન કરી દો. આવુ કરવાથી દોષ દુર થાય છે અને લગ્નના યોગ બને છે.
 
તે સમય વાળ ખુલ્લા રાખવા
 
છોકરીના લગ્નની વાત કરવા જે વ્યક્તિ  જાય અને જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી છોકરીને પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ.
 
તે સમયે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી. આવુ કરવાથી લગ્નની વાત બની જવાની શક્યતા વધી જાય છે.
 
 

वेबदुनिया पर पढ़ें