મોટી વયે પિતા બનવુ બાળકો માટે ફાયદાકારક - અભ્યાસ

તાજેતરમાં જ કરવામાં આવેલ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મોટી વયમાં પિતા બનવાની બાબત બાળકો માટે સારી રહે છે. મોડેથી પિતા બનવાની બાબત સાથે બાળકની લાંબી લાઈફ સાથે સીધો સંબંધ રહેલો છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે એવા બાળકો જેના પિતા અને દાદાની વય વધારે હોય છે તે બાળકોની જિનેટિક બનાવટ જુદા પ્રકારની હોય છે. અને તેમની વય વધારે હોઈ શકે છે. અમેરિકી વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે કોઈ વ્યક્તિના સ્પર્મની જિનેટિક બનાવટ વયની સાથે બદલાય્છે અને તેના ડીએનએ કોડ એવા બની જાય છે જેનાથી વય વધે છે, આને આ જિનેટિક કોડ બાળકોને માળે છે. 1778 લોકોને આવરીને કરવામાં આવેલ અભ્યાસ બાદ આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આ અભ્યાસના પરિણામ અમેરિકી સંસ્થા નેશનલ એકેડમી ઓફ સાયન્સના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે વયના સંબંધ ટેલોમેયર જેવી બાબત સાથે સંબંધિત છે. જે જિનેટિક કોડ અથવા તો ડીએનએને રાખનાર ગુણ સૂત્રોના ટોચ પર સ્થિત હોય છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે ટેલોમેયર નાના હોવાની સ્થિતિમાં વય નાની હોય છે. ટેલોમેયર ક્રોમોઝોમ અથવા તો ગુણ સૂત્રોને નુકશાન થવાથી બચાવે છે. મોટાભાગના કોષમાં તેની લંબઈ વય વધવાની સાથે ઘટી જાય છે. પરંતુ નવા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સ્પર્મમાં ટેલોમેયરની લંબઈ વયની સાથે વધી જાય છે. પુરૂષો પોતાના ડીએનએ સ્પર્મ મારફતે બાળકોને આપે છે. જેથી આગામી પેઢીમાં આ લાંબા સમય ટેલોમેયર પરંપરાગત ગુણને આગળ વધારે છે. આ અભ્યાસના તારણો ખૂબ જ મહત્વના છે. સામાન્ય રીતે એવી ગણતરી રહે છે કે પિતા બનવામાં મોડુ થવાથી ગર્ભપાતનો ખતરો વધી જાય છે, પણ વૈજ્ઞાનિકો માને છે કે આરોગ્યની દ્રષ્ટિએ આના ફાયદા રહેલા છે.

वेबदुनिया पर पढ़ें