24 માર્ચથી 7 જાન્યુઆરી સુધી રાજ્યમાં માસ્ક નહીં પહેરવાનો પોલીસે 126 કરોડ દંડ વસૂલ્યો, અમદાવાદીઓએ 27.61 કરોડ દંડ ભર્યો

शुक्रवार, 8 जनवरी 2021 (10:32 IST)
શહેરમાં પોલીસ દ્વારા 24 માર્ચ 2020થી 7 જાન્યુઆરી 2021 સુધી અમદાવાદ પોલીસ દ્વારા માસ્ક વગરના ચાર લાખથી વધુ લોકો પાસેથી રૂપિયા 27.61 કરોડનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે જાહેરનામા ભંગમાં 42થી વધુ કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી 51 હજાર 367 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પોલીસે ગત માર્ચથી અત્યાર સુધીમાં માસ્ક ન પહેરનાર 4 લાખ 5 હજાર 996 શહેરીજનો સામે કેસ કર્યો છે. જ્યારે તેમની પાસેથી પોલીસે રૂ.27.61 કરોડના દંડની વસૂલાત કરી છે. શહેરમાં જાહેરનામા ભંગના 42 હજાર 299 કેસ પોલીસ ચોંપડે નોંધાયા છે. જેમાં 51 હજાર 367 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. રાત્રી કરફ્યૂ તેમજ ટ્રાફિક નિયમ ભંગ કરતા 70 હજાર 478 વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. વાહનચાલકો પાસેથી 21.84  કરોડના દંડની વસૂલાત કરી છે. રાજ્ય પોલીસ દ્વારા કોરોના સંક્રમણ અંગેના નિયમોનો ચુસ્તપણે અમલ કરાવવા પોલીસને માસ્કનો દંડ વસૂલવા ટાર્ગેટ સોંપ્યો છે. ગુજરાતમાંથી કોરોનાકાળથી અત્યારસુધીમાં રૂ.126 કરોડથી વધુનો દંડ પોલીસે વસૂલ્યો છે. જ્યારે બે લાખ કરતાં વધુ વાહનો પોલીસે ડિટેઇન કર્યા છે. રાજ્યમાંથી છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના કુલ-3 હજાર 239 ગુના નોંધ્યા છે. જ્યારેં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થૂંકવા બદલ 84 હજાર 155 વ્યકિતઓ પાસે રૂ.8.38 કરોડનો દંડ વસૂલ કરાયો છે. કરફ્યૂ ભંગ બદલ 6 હજાર વાહનો જપ્ત કર્યા છે. જ્યારે જાહેરનામા ભંગ બદલ કુલ 6 હજાર 301 વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી હતી.

वेबदुनिया पर पढ़ें