વાતાવરણમાં પલટો આવતાં ગુજરાતમાં કમોસમી વરસાદ

शनिवार, 11 मार्च 2017 (07:48 IST)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉતર-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આકાશ સવારથી જ વાદળછાયું રહ્યું. તો ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયાની માહિતી મળી રહી છે. તેના લીધે મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડ્યો છે. બીજીબાજુ માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ઉતર અને મધ્ય ગુજરાતમાં આજે હળવો કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. તો દિવસના અને રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો થશે. જો કે બે દિવસ બાદ, તાપમાનના પારામાં આંશિક વધારો થશે.મહિસાગર, બનાસકાંઠાના દિયોદર, અને વલસાડના ઉમરગામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. આણંદ, પાટણ, વલસાડ, નવસારીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 થી 23 ડીગ્રીની વચ્ચે રહ્યું છે.

वेबदुनिया पर पढ़ें