જમીન પર બેસી જમવાના આ 5 લાભ તમે નહી જાણતા હોય...

मंगलवार, 9 दिसंबर 2014 (13:41 IST)
જો તમે તમારા ઘરમાં જમવા ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરો છો તો આ જાણકારી પછી તમે જમીન પર બેસીને જમવાનું  શરૂ કરશો .
  
જમીન  પર બેસીને જમવુ એ આપણી સંસ્કૃતિ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ વૈજ્ઞાનિક આધાર રાખે  છે. 
 
જાણો જમીન પર બેસીને જમવાના મુખ્ય પાંચ ફાયદાઓ જે વિશે જાણી તમે ખરેખર આશ્ચર્ય કરશો .. 
 
ખોરાક પાચન 
 
જ્યારે તમે જમીન પર બેસીને જમો છો ત્યારે તમે ક્રોસ પગ રાખી બેસો છો તો આ યોગમાં સુખાશન અને પદ્માસનનું આસન હોય છે .
 
ખાવા માટે તમે આગળ નમો છો પછી સીધા થાવ છો. આવુ કરવાથી તમારા પેટની માંસપેશિયોની કસરત થાય છે. જેનાથી પેટમાં એસિડ બને છે આનાથી  ભોજનનું યોગ્ય રીતે  પાચન થાય  છે. 
 
વજન ઘટાડવામાં  ફાયદાકારક 
 
જમીન પર બેસીને ખાવાથી વજન ઘટાડવામાં  મદદ મળે  છે.સુખાશનમાં બેસવાથી મગજ કેંદ્રિત અને સક્રિય રહે છે અને નર્વસ સિસ્ટમ પેટ ભરવાનું સિગ્નલ આપે છે .આથી ઓવરડાઈટથી બચશો અને વજન  નિયંત્રિત રહેશે. 
 
શરીર લચીલુ રહે છે 
 
કમળ મુદ્રામાં અથવા સુખાશન પર બેસી જમવાથી લોવર બેક ,યોનિમાર્ગને,પેટના સ્નાયુઓ મજબૂત અને લચીલુ હોય છે .આ સ્થિતિમાં માંસપેશિઓનો  ખેંચાવ થાય છે જેથી શરીર લચીલુ રહે છે. 
 
મુદ્રા યોગ્ય રાખે છે.  
 
જમીન પર બેસીને જમાવાથી  તમારી પીઠ સીધી રહે છે અને પોશ્ચર બિલકુલ યોગ્ય રહે છે. ખભા અને કમરની પીડાને દૂર રાખવા માટે જમવાની આ  યોગ્ય સ્થિતિ  છે. 
 
લાંબા જીવન માટે 
 
યૂરોપિયન નર્લ આફ પ્રિવેન્ટિવના સંશોધન અનુસાર જમીન પર પદ્માસનની મુદ્રામાં બેસી ભોજન કરતા લોકોનુ આયુષ્ય સામાન્ય કરતાં 6.5 ટકા વધુ હોય છે. 

वेबदुनिया पर पढ़ें