હોમ લોન, પર્સનલ લોન, વાહન લોનની ઇએમઆઈ ભરતા લોકોને આરબીઆઈએ ફરીથી રાહત આપી છે. જો તમે ઇચ્છો તો હવે તમે જૂન, જુલાઈ અને ઓગસ્ટની EMI હોલ્ડ કરી શકો છો. આજે પત્રકાર પરિષદ દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે વધતા લોકડાઉનને કારણે, મોરોટૉરિયમ અને અન્ય રાહતો ત્રણ મહિના માટે લંબાવાઈ રહ્યા છે. હવે ઇએમઆઈ ચુકવણી પર રાહત 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી લંબાવામાં આવી રહી છે. બીજી વખત RBI એ NABARD, SIDBI અને NHBને 50000 કરોડ રૂપિયાનું રીફાઇનાન્સિંગ કરવાની જોગવાઇ કરી હતી.
આરબીઆઈ ગવર્નરની પ્રેસ કોંફરંસની મુખ્ય વાતો
- પહેલાં ત્રિમાસિકમાં ભારતનો જીડીપી ગ્રોથ 2020-21મા નેગેટિવ રહેશે. જો કે વર્ષના બીજા ભાગમાં ગ્રોથમાં થોડીક તેજી જોવા મળી શકે છે.
- રિવર્સ રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નહીં
- લોકડાઉનથી આર્થિક ગતિવિધિઓમાં મોટો ઘટાડો, છ મોટા ઔદ્યોગિક રાજ્યો વધુ રેડઝોનમાં રહ્યા