હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાવી પસંદ કરશો

गुरुवार, 17 दिसंबर 2015 (13:10 IST)
દાડમ  લોહી વઘવાથી લઈ એજિંગ રોકવા જેવા ઘણા રોગોમાં લાભકારી છે. અત્યારે થયેલા એક શોધમાં દાડમના સેવનનો એક નવો ફાયદા પણ સામે આવ્યો છે. 
 
બેંગલૂર સ્થિત ઈંડિયા ઈંસ્ટીટ્યૂટ ઑફ સાયંસના શોધકર્તઓ પોતાના અભ્યાસના આધારે માન્યું કે દાડમના સેવનથી હેપેટાઈટિસ સી જેવા ગંભીર વાયરસ સંક્ર્મણને રોકવામાં મદદ મળે છે. 
 
એવું શું છે દાડમમાં 
 
શોધકર્તા પ્રોફેસર સૌમિલ દાસ મુજબ "દાડમનું સેવન લીવર માટે હમેશાથી ફાયદાકારી માનવામાં આવે  છે. અમારા અભ્યાસમાં અમે જોયુ  કે એક લીટર દાડમના જ્યુસ મા 1.5 થી 2 ગ્રામ એવા તત્વો હોય છે જે વાયરસને નિયંત્રિત કરી શકે છે. 
 
સેકસ ક્ષમતા વધારે છે. 
 
એક અભ્યાસ પ્રમાણે એવુ માનવામાં આવે છે કે દરરોજ દાડમનું  જ્યુસ પીવાથી સેક્સ ક્ષમતામાં વધારો થાય છે. જેવુ   કે વિયાગ્રા દવાના સેવનથી થાય છે. અત્યારે 58 લોકો પર આ અભ્યાસ કરાયો  જેમાં 21 થી 64 ની ઉમરના લોકોને શામેલ કર્યા  અભ્યાસ દરમ્યાન મહિલા અને પુરૂષો બન્ને ને  જ  સતત 15 દિવસ સુધી દાડમ જ્યુસ પીવા માટે કહ્યું અને જોયુ  કે જે સ્ત્રી-પુરૂષ દરરોજ દાડમનું  જ્યુસ પીતા હતા તેમાં સેક્સ હાર્મોન ટોસ્ટોસ્ટેરોનની માત્રા વધી ગઈ હતી. 
 
અભ્યાસ દરમ્યાન લોકોનો બલ્ડ પ્રેશર અને ટોસ્ટોસ્ટેરોનની વધતી-ઘટતી માત્રાનો અંદાજ કર્યો. પરિણામ એ  આવ્યું કે એવા લોકો જે દરરોજ દાડમનું  જ્યુસ પીવે છે તેમાં 15 થી 30 ટકા ટોસ્ટોસ્ટેરોન હાર્મોનની સંખ્યા વધી ગઈ. સાથે લોકોના બ્લડ પ્રેશર પણ સામાન્ય હતા  અને માનસિક રૂપથી સ્વસ્થ હતા. 
 
અભ્યાસના પરિણામસ્વરૂપ એ  પણ જોયું કે પુરૂષોની સેક્સ ડ્રાઈવમાં  સારો વધારો થયો. સાથે દાડમના જ્યુસ પીવાથી એ લોકોમાં તણાવ પણ ઓછો હતો. એટ્લે દાડમનું  જ્યુસ સેકસ ક્ષમતા વધારવાની સાથે ઘણા રોગોમાં  લાભકારી પણ છે. 
 
 

वेबदुनिया पर पढ़ें